Railway Clerk Recruitment 2024: ભારતીય રેલવેમાં કલાર્કની 115+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Railway Clerk Recruitment 2024: નોકરી શોધનારા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે નોકરી સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય રેલવેએ તદ્દન નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તમારે અરજી કરવા માટે, તમામ સંબંધિત વિગતો જાણવી ખુબજ જરૂરી છે. આજના આ લેખમાં, તમને આ ભરતી વિશેની વ્યાપક માહિતી મળશે, જેમાં અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગારની વિગતો, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

Railway Clerk Recruitment 2024 । Bhartiya Railway Clerk Bharti 2024

સંસ્થા તેમજ વિભાગનું નામરેલવે રિક્રુટમેન્ટ સેલ
પોસ્ટનું નામઅલગ અલગ
આવેદન માધ્યમઓનલાઈન
નોટિફિકેશન તારીખ12 જૂન 2024
આવેદન શરૂઆત તારીખ20 જૂન 2024
આવેદન અંત તારીખ20 જુલાઈ 2024
આધિકારિક વેબસાઈટhttps://www.rrc-wr.com/

અગત્યની તારીખો:

RRC એટલે કે રેલવે રિક્રુટમેન્ટ સેલની આ ભરતીની સૂચના 12 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં આવેદનની શરૂઆતની તારીખ 20 જૂન 2024 છે તેમજ આવેદન અંત તારીખ 20 જુલાઈ 2024 છે.

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:

ભારતીય રેલવેની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી મુજબ, વિભાગ દ્વારા એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તથા જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તથા આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 117 જેટલી છે.

અરજી ફી:

ભારતીય રેલવેની આ ભરતીમાં જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

વય મર્યાદા:

રેલવેની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી માટે વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 42 વર્ષ રાખવામાં આવી છે અને તમામ કેટેગરીઓને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે શિક્ષણ લાયકાત એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે, ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી 50% માર્ક્સ સાથે 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ, આ ઉપરાંત, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે, ઉમેદવાર પાસ હોવો જોઈએ કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક, અંગ્રેજી અને હિન્દીમાં કોમ્પ્યુટર અને ટાઇપિંગની ઝડપ હોવી આવશ્યક છે.

પસંદગી પ્રક્રિયા:

અંતિમ તારીખ સુધીમાં ફોર્મ ભરાવની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ ભરતી માટેના તમામ ઉમેદવારોની પસંદગી વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આયોજિત કર્યા બાદ તેના પરિણામના આધારે કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

  • રેલવે રિક્રુટમેન્ટ સેલની આ ભરતી માટે, તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે સૌ પ્રથમ સૂચના ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક તપાસો.
  • હવે તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અને એપ્લિકેશનની અંતિમ પ્રિન્ટ આઉટ લેવાની રહેશે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો.

આ પણ વાંચો:

આવેદન માટે અગત્યની લિંક:

જાહેરાત અભ્યાસ માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
નવીનતમ ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment