CBI LDC Recruitment 2024: નોકરી શોધનારા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે નોકરી સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા કેન્દ્રીય તપાસ બ્યુરોએ તદ્દન નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તમારે અરજી કરવા માટે, તમામ સંબંધિત વિગતો જાણવી ખુબજ જરૂરી છે. આજના આ લેખમાં, તમને આ ભરતી વિશેની વ્યાપક માહિતી મળશે, જેમાં અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગારની વિગતો, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
CBI LDC Recruitment 2024 । Central Bureau of Investigation Lower Division Clerk Recruitment 2024
સંસ્થા તેમજ વિભાગનું નામ | કેન્દ્રીય તપાસ બ્યુરો |
પોસ્ટનું નામ | એલ.ડી.સી |
આવેદન માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશન તારીખ | 10 જૂન 2024 |
આવેદન શરૂઆત તારીખ | 10 જૂન 2024 |
આવેદન અંત તારીખ | 28 જૂન 2024 |
આધિકારિક વેબસાઈટ | https://cbi.gov.in |
અગત્યની તારીખો:
CBI એટલે કે કેન્દ્રીય તપાસ બ્યુરોની આ ભરતીની સૂચના 10 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં આવેદનની શરૂઆતની તારીખ 10 જૂન 2024 છે તેમજ આવેદન અંત તારીખ 28 જૂન 2024 છે.
પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:
CBIની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી મુજબ, સંસ્થા દ્વારા LDC એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તથા આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 25 જેટલી છે.
અરજી ફી:
કેન્દ્રીય તપાસ બ્યુરોની આ ભરતીમાં જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.
વય મર્યાદા:
કેન્દ્રીય તપાસ બ્યુરોની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી માટે વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 45 વર્ષ રાખવામાં આવી છે અને તમામ કેટેગરીઓને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય સંસ્થામાંથી 12મા ધોરણની હોવી જોઈએ, આ ઉપરાંત, સત્તાવાર સૂચનામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
અરજી પ્રક્રિયા:
- CBI ની આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ પહેલા નોટિફિકેશન ડાઉનલોડ કરવું પડશે.
- હવે તમારે અરજી ફોર્મની અંદર આપેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- હવે તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો તેની સાથે જોડવા પડશે અને આ અરજી ફોર્મને આપેલ ઈમેલ આઈડી પર મોકલવું પડશે, ધ્યાનમાં રાખો કે તમારું અરજીપત્ર 28મી જૂનના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં પહોંચવું જોઈએ.
- અરજી કરવા માટેનું ઈમેઈલ આઈડી – osdpc@cbi.gov.in છે.
આ પણ વાંચો:
- ભારતીય રેલવેમાં કલાર્કની 115+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 150+ ખાલી જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- કર્મચારી પસંદગી આયોગમાં 17727+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આવેદન માટે અગત્યની લિંક:
જાહેરાત અભ્યાસ માટે | અહીં ક્લિક કરો |
આધિકારિક વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
નવીનતમ ભરતીની માહિતી માટે | અહીં ક્લિક કરો |